Saturday, April 13, 2013

Not Without My Daughter



            

            ઘણા દિવસથી આ શીર્ષક મગજમાં પડઘા પાડી રહ્યું હતું.થોડી શોધખોળ કરતા ખ્યાલ આવ્યો કે બૂક તો ઘણા બધા પાનાની છે.પણ સાથે સાથે ૧૯૯૧મા આ સત્યઘટના, પરથી એક ફિલ્મ પણ બની હતી.એકપણ ક્ષણના વિલંબ વગર મેં મૂવી ડાઉનલોડ કરવા મુક્યું.આખા દિવસ દરમિયાન મૂવીના વિચારો આવ્યા.અનેક ધારણાઓ કરી અને છેવટે, રાત્રે મૂવી જોવા બેઠી.

                ઈરાન માં જન્મેલા અને ૨૦ વર્ષથી અમેરિકામાં સ્થિત મહમૂડી વ્યવસાયે ડૉકટર છે અને ૧૦ વર્ષથી એના પરિવારને મળ્યો હોતો નથી.છેલ્લા સાત વર્ષથી તે અમેરિકામાં અમેરિકન નાગરિત્વ ધરવતી બેટ્ટી સાથે લગ્ન સંબંધે બંધાયો હોય છે અને એમને એક નાની, પણ મૂડીનો વધુ લગાવ ધરાવતી બાળકી મેહ્તોબ હોય છે.
                           
                       શરૂઆતમાં એક સુખી પરિવારરૂપે આ ત્રણેય અમેરિકામાં પોતાની જીંદગી સાથે ખુશ હોય છે.આમ છતાં, ઈરાન  અને અમેરિકાના વણસેલા સંબંધને પરિણામે મહમૂડી એના વ્યવસાયમાં પરોક્ષ રીતે ઘણું અપમાન અનુભવે છે.આ તમામનું જીવન આ જ પ્રમાણે ચાલતું રહેતે પણ મહમૂડીના પરિવારમાંથી એક દિવસ ફોન આવે છે અને એ એના કુટુંબને મળવા આતુર બને છે.બસ, અહીંથી જ શરુ થાય છે એક એવી સફર જેને જીવવી દરેક માટે મુશ્કેલ નહિ, પણ ખૂબ જ દર્દભરી છે.બેટ્ટી પહેલેથી જ ઈરાન  નહિ જવાની તરફેણમાં હોય છે પણ સાત વર્ષના પ્રેમલગ્ન, મૂડીની કુરાનપાક પર હાથ મુકીને ખાધેલી કસમ અને અતુટ વિશ્વાસની સાથે એ બે અઠવાડિયા ઈરાન  જવા તૈયાર થાય છે.બેટ્ટીના મેહ્તોબ સાથે મૂડીના દેશ ઈરાન પહોચતા જ એના વિશાળ પરિવાર સાથે પરિચય થાય છે.એને દેશના ચુસ્ત કાયદા અને લોકોની માનસિકતા કઈક અંશે શ્વાસરૂંધનારી લાગે છે.હવે, પોતાના દેશમાં, પોતાના લોકો વચ્ચે રહીને બદલાતા મૂડીનો સ્વભાવ, બેટ્ટીને ત્યાં જ રોકી રાખવાની વ્યવસ્થા તથા બેટ્ટીના આ તમામ બદલાવ સાથેના વિરોધને લીધે એને નજરકેદમાં રાખવામાં આવે છે.વારંવાર થતા અપમાન અને મારપીટ સાથે બેટ્ટી અમેરિકા ફરી જવાના અથાક પ્રયત્નો કરે છે.એની હિંમત,સહનશક્તિ , એક પુરુષની કમજોરીને શક્તિ બનાવવા મથતી એક સ્ત્રી અને આ તમામ પરિસ્થિતિમાંથી પોતાને તથા એની દીકરીને બહાર લાવવા માંગતી બેટ્ટી એક ઉત્તમ માતાનું ઉદાહરણ પૂરું પાડે છે.આ તમામ જુલ્મો દરિમયાન એ મેહ્તોબ વિના પણ અમેરિકા જવાની રચના ઘડી શકી હોત, પણ એક માતાનો સંતાન માટેનો પ્રેમ અને લડી જવાનો જુસ્સો ખૂબ જ આક્રમક રીતે દર્શાવાયો છે.આ સર્વ ઘટનાની સાક્ષી બનતી મેહ્તોબ હજી સુધી મૂડીની વ્હાલી હોવા છતાં બેટ્ટીની સ્થિતિ જોય એની સહાય કરે છે.મેં ઘણા અમેરિકન મૂવીમાં નોંધ્યું છે , બાળકો ખરેખર નાની ઉમરમાં ખૂબ જ સમજદાર હોય છે.માતા કે પિતાની મુશ્કેલીને પારખી, સમજી પોતાની ઉમર કરતા વધુ પરિપક્વતા દર્શાવે છે.
          
              આ તમામ ઘટનાઓ સાથે બેટ્ટી કઈ રીતે આ બધાંથી બહાર નીકળે છે, કેવા અનુભવોમાંથી પસાર થાય છે અને અમેરિકા જવાના પ્રયાસોમાં સફળ થાય છે કે નહિ એ જોવું ખૂબ જ રોમાંચિત કરી દે એવો અનુભવ છે.આ આખી સફરમાં મળતા કડવા અને પીડાદાયક અનુભવોની સાથે સારા લોકોનો સંગાથ અને મદદ એને એનો મુકામ હાંસિલ કરવામાં મદદ કરે છે કે નહિ એ તો મૂવી જોયા પછી જ જાણી શકાય.

Director: Brian Gilbert

Writers: Betty Mahmoody (book), William Hoffer (book), 

Stars: Sally Field, Alfred Molina, Sheila Rosenthal  


2 comments:

  1. I've already watched that movie,after it's Bollywood copy shakti...
    it's all about religion & respect of women!!

    u should also watch and write review of movie "Schindler's List" won seven Oscars and "Alive" based on true story.

    ReplyDelete