Saturday, March 9, 2013

યોગ-વિયોગ રીવ્યુ



કેટલાય વખતથી મનમાં ઘૂંટાતા આ પાત્રો આખરે પાના પર ઉતાર્યા છે.યોગ-વિયોગ-કાજલ ઓઝા વૈદ્યના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે. ૩ ભાગમાં વહેચાયેલી આ સમગ્ર કથાના ઉતાર-ચઢાવ જિંદગીના અનેક પાઠો ખૂબ સાહજીકતાથી શીખવી જાય છે.આથી આવી ઉત્તમ કથાના રીવ્યુને મેં પણ બે ભાગમાં વહેચ્યું છે.અહી લખેલા તમામ વિચારો વાર્તાના આધારે, મારા અંગત અભિપ્રાય અને સમજ છે.મારા આ પ્રયાસ થકી માત્ર વાર્તાના હાર્દને લોકો સમક્ષ મૂકું છું.









    ભાગ-૧              

 યોગ-વિયોગ.જાણે બે શબ્દમાત્ર પર આખી વાર્તા સંબંધોના તાણાવાણા ગૂંથીને ખૂબ સુંદર રીતે કંડારવામાં આવી છે.વાર્તાની શરૂઆત આધેડ વયના વસુંધરા સૂર્યકાંત મહેતા-વસુમાથી થાય છે અને સાચું કહું તો પાત્રની આસપાસ આખી વાર્તાના અંશો વણી લેવામાં આવ્યા છે,૨૫ વર્ષ સુધી "ત્યાગતા" કહેવાતા વસુમા સમગ્ર દેશના છાપાઓમાં એમના પતિ એટલે કે સૂર્યકાંત મહેતાને ઘર પાછા વળે માટેની જાહેરાત, ઘરના એક પણ સભ્યની જાણ બહાર,આપે છે.વિનંતી કે આજીજી કહી શકાય એવી જાહેરાતમાં સૂર્યકાંતને પાછા વળવા માત્ર ૪૮ કલાકની મુદત આપવામાં આવી હોય છે.પરંતુ ૪૮ કલાકપછી પોહ્ચેલા સુર્યકાંતનું શ્રાદ્ધ અને ત્યારબાદ એમનું વસુમા જોડે થયેલું મિલન અને વસુમા પાસે શ્રાદ્ધ માટેનો ખુલાસો તમામ ઘટનામાં વાસુમાની સ્થિરતા,બુદ્ધિમતા અને નિર્ણયની સત્યાર્થતા ખરેખર કઈક નવી શીખ આપી જાય છે. પાત્રોની વાત કરીએ તો, વસુમા દીકરા ને દીકરીને બચપણથી, પિતાના છોડી ગયા બાદ ખૂબ સંસ્કાર અને આત્મસભર રહે રીતે ઉછેર્યા. મોટો અભય, ત્યારબાદ અજય તથા અંજલિ અને અલય કે જે હજી તો વસુમાના ગર્ભમાં આકાર લઇ રહ્યો હતો ને સૂર્યકાંત પરિવારને છોડી જતા રહ્યા. સમગ્ર કથા ભાગમાં વહેચાયેલી છે. જેથી દરેક યુગલની વ્યક્તિગત વાર્તા સાથે યોગ વિયોગને વર્ણવવાનું પસંદ કરીશ.

                 
              શરૂઆત અભય અને એની પત્ની વૈભવીથી કરીશ."અભય" નામ હોવા છતાં હમેશા પત્નીથી દબાયેલો, એની "હા"માં "હા" કહેનારો અને શાંતિ જાળવવાના ભોગે એને ખૂબ પ્રેમ કરનારો પતિ હતો.જયારે વૈભવી આજકાલની ટીવી સિરિયલમાંથી કોઈ પણ એક નેગેટીવ પાત્ર લઈએ, એમાંની એક હતી.વસુમાની બુદ્ધિ, વિચારક્ષમતા અને સ્વસ્થતા તે કદી સમજી શકે એમ હતું. ઘરમાં બનતી દરેક ઘટનામાં પોતાનો સ્વાર્થ અને એમાં થતી જીત એના માટે સર્વસ્વ હતું.વૈભવી "શ્રીજી વિલા" અભયના પૈસાથી ચાલે છે અને પૈસા એના ધનવાન પિતાએ અભયને સેટ કરવામાં જે મદદ કરી એના ભાગરૂપે મળી રહ્યા છે એવા મિથ્યાભિમાનમાં જીવી રહી હતી અને લગ્ન પણ વૈભવીની જીદ થકી થયા હતા એમ કહીએ તો કશું ખોટું નથી.અભયનું પુરુષાર્થ, સૌષ્ઠવ અને કામ પ્રત્યેની કટિબદ્ધતા વૈભવીને આકર્ષિત કરી ગઈ હતી અને પિતા વિનાના ઘરમાં વસુંધરા જેવી માતાને થોડી આર્થિક જવાબદારીમાંથી મુક્ત કરવા અભયે તડજોડ સાધી દીધો.આપણા સમાજમાં ખરેખર એક એવી અવ્યાજ્બી માન્યતા છે કે પતિ પત્ની વચ્ચેની ગેરસમજ અને ખૂટતા પ્રેમને સંતાન દ્વારા પૂરી કરી શકાય અને  મોટે ભાગના કુટુંબ માટે માન્યતા ખોટી ઠરે છે અને સંતાન પણ મા-બાપ સાથે સંબંધના ચક્રવ્યુહમાં પિસાય છે.


                                અહી, અભયે પણ વૈભવીના તમામ દુર્ગુણોને અપનાવી, એક મધુર સંબંધ બનાવવાના  તમામ પ્રયત્નો કરી જોયા પણ વૈભવી એની નાની નાની જીતની ખુશીઓમાં સતત થતી અભયના મન સાથેની હાર અને એથી સંબંધોમાં થઇ રહેલા પોલાણ જોઈ નહિ શકી. અભય કાર્યનિષ્ઠ અને  વસુમાના સંસ્કારોથી સીંચેલું છોડ હતું પરંતુ સ્ત્રીનો સાથ જેમ દરેક પુરુષ ઝંખે તેમ લગ્નથી મળી રહેલા સતત અપમાન અને ઉચાટમાં વારંવાર અભય આખી આખી રાત ઓફિસમાં પસાર કરતો.એવામાં એક રાતે ખૂબ દારૂ પીધેલી હાલતમાં એની સેક્રેટરી પ્રિયા સાથે એના લાગણીના તાર બંધાયા. પોતાનાથી ૧૦ વર્ષ મોટા અભયને મનોમન પ્રેમ કરવા લાગી હતી પણ રાતે અભયની મનઃસ્થિતિ જોઈ પોતાને રોકી નહિ શકી અને બંને વચ્ચે પ્રણયની શરૂઆત થઇ.અભય પણ પોતાના સ્વાભિમાન અને મનના થતા વારંવાર ટુકડાઓને પ્રિયાના સંગાથે જોડવાની કોશિશ કરતો રહ્યો.પ્રિયા સાથે તમામ વસ્તુ કરી શકતો જે વૈભવી સાથેના લગ્નજીવનમાં ઝંખતો હતો.સમજ, પ્રેમ, કાળજી અને આત્મસમર્પણ. અહી એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે. કોઈપણ પુરુષને લગ્નેતર સંબંધ બાંધવાનો કોઈ હક નથી વાત એકદમ સાચી પણ સ્ત્રી દ્વારા થતા માનસિક અને શારીરિક, હા, શારીરિક શોષણ સાથે કેમ પુરુષને મૂઢ બનીને જીવવા મજબૂર કરવામાં આવે છે? વડીલોની સમજ અને બુદ્ધિ ઉમરના અમુક પડાવ સુધી   માનવામાં સંતાનનું ભલું છે કેમ આજના માતા-પિતા નથી સમજી શકતા? અને કાયદામાં સ્ત્રી માટેની જોગવાઈઓનું મને માન છે પણ સાથે સાથે  સ્ત્રી અત્યાચારોથી પીડાતા પુરુષની હાલત વધુ ખરાબ કરવા  કાયદાને ઢાળ બનાવતી સ્ત્રીઓ માટે અત્યંત ઘૃણા પણ છે. સંબંધને મજબૂરીથી નિભાવવાના ખોખલી સમજને ટુંકાવી ડાયવોર્સને જ્યાં સુધી માનભરી નજર આપવામાં નહિ આવે ત્યાં સુધી આવી અનેક પ્રિયા, વૈભવી અને અભય સમાજમાં બનતા રહેશે. દરેક લગ્નેતર સંબંધ પુરુષના સ્ત્રીઆકર્ષણ કે નબળા સ્વભાવનું પરિમાણ નથી. સમયના ચક્રમાં અભય વૈભવી સામે પ્રિયાની સચ્ચાઈ સ્વીકારે છે અને ખૂબ નિર્ભયતાથી સમગ્ર સત્યને જીંદગી સાથે જોડી દે છે.હાથમાંથી છૂટતા અભયના વિયોગને વૈભવી સહી નથી શકતી.પહેલા  થોડા ધમપછાડા , નાટક અને પછી વસુમાના સંગાથમાં સંજોગો સાથેના સમાધાનથી પરિસ્થિતિને શાંતિથી સ્વીકારે છે. વૈભવીના બદલાયેલા રૂપ સાથે અભય જિંદગીના એવા મુકામ પર આવી, થંભી જાય છે કે જ્યાંથી પાછળ વળી શકે એમ નથી.પ્રિયાની જવાબદારી સાથે સાથે પ્રેમ હતો જયારે બદલાયેલી વૈભવી એના લગ્નજીવનની સચ્ચાઈ અને સંતાનોની માતા હતી. એક પુરુષ સ્ત્રી કરતા વધુ ઈમોશનલ અને સૈદ્ધાંતિક હોય છે એમાં કોઈ બેમત નથી. લગ્નેતર સંબંધમાં પુરુષ ત્યારે પ્રવેશે છે જયારે સ્ત્રી દ્વારા વારંવાર હડધૂત કરાય છે. એક પુરુષ માત્ર સ્ત્રીનો સાથ, એના પ્રેમ અને એનું માન ઈચ્છે છે. હા, ઉપરાંત એવા પણ ઘણા પુરુષો છે જે સ્ત્રીને પગની જૂતી માને છે એવા પુરુષ મારી દ્રષ્ટિ પુરુષ કહેવાય નહિ અને તમામ ચર્ચામાં હું કહી પણ લગ્નેતર સંબંધની તરફેણ નથી કરતી. માત્ર પુરુષને સમજવાનો એક પ્રયાસ અને નવલકથાના અંશમાંથી પુરુષની લાગણીઓના નિચોડ લખ્યો છે.

                  વાર્તાના અંત ભાગમાં એક અંશમાં પાત્રો દ્વારા થતી વાતચીતમાં સંબંધના પરિણામ વિષે આલેખન કર્યું છે.જેમાં વૈભવી ત્રિકોણીય સંબંધનો અંત ત્રણમાંથી એકના કુદરતી મૃત્યુને ગણાવે છે.જયારે ત્રણ પૈકી એક દુનિયામાંથી વિદાય લેશે ત્યારે કોઈ એક સંબંધ ફરીથી જીવશે.લેખિકાના દામ્પત્યના અંત સાથે હું સહમત નથી. માણસ પરિસ્થિતિ ઘડે છે અને માણસે પરિસ્થિતિને એક મુકામે લઇ જવી પડે. અહી ત્રિકોણીય સંબંધને પ્લાસ્ટરમાં બંધાયેલા હાથની ઉપમા આપી કહેવામાં આવ્યું છે કે સમયરૂપી પ્લાસ્ટરમાં સંબંધરૂપી હાથ એની જાતે સારો થશે જે મારા મંતવ્યથી અયોગ્ય છે

                 હવે વાત કરીએ અજયને જાનકીની. અજય એક માત્ર સંતાન હતું જેણે આખી આખી રાત ઘરના  ઓટલા પર સૂર્યકાંતની રાહ જોઈ, આંસુ વહાવી રહેલા વસુમાની સંગાથે હતો.એની ઉમર પણ એવી હતી કે મા રડીશ નહિ, રડીશ નહિ માસિવાઈ બીજું કશું પણ કહી શકતો. પ્રમાણમાં નરમ અને વસુમાના સિદ્ધાંતોને પુરેપુરો જીવનમાં ઉતારનારો અભય, કદાચ ભ્રષ્ટ અને અનૈતિક દુનિયામાં એટલે સફળ થઇ શક્યો.વકીલાતનું ભણ્યો હોવા છતાં, એના સિદ્ધાંતો એને ખાસ કમાણી કરવામાં મદરૂપ નહિ થતા અને એટલે જાનકી પણ એક શાળામાં નોકરી કરતી વાત વારેવારે દંપતી વચ્ચે નિરાશાનું કારણ બનતી. અભય નિષ્ફળતા પોતાના પુરુષાર્થ સાથે જોડી ઘણીવાર એક્યની પળે અટકી જતો. જાનકી વસુમાની છબી હતી. આટલી નાજૂક મનઃસ્થિતિમાં અભયને ખૂબ કાળજીથી સંભાળતી. વૈભવી જાનકીના અનાથાશ્રમના   ઉછેરને લઈને ઘણીવાર એને ખરી ખોટી સંભળાવતી.અજય એક કેસ માટે અનાથાશ્રમમાં પહોચ્યો  અને ત્યાં બંને વચ્ચે પ્રેમની શરૂઆત થઇ અને ત્યારબાદ લગ્નમાં પરિણમી. પણ વૈભવી સુંદર સંબંધને ક્યારેય સમજી શકી અને જાનકીને ઉતારવા કે નીચે પાડવા કોઈ મોકો   છોડતી. જાનકી વસુમા પાસેથી સંયમ, સ્થિરતા અને સહનશીલતા જેવા ઘણા ગુણો શીખી હતી અને ઘરમાં એને વૈભવી સિવાઈના તમામ સભ્યોની નજીક લઇ ગઈ હતી. અખબારની જાહેરાત પછી, વસુમાના ૪૮ કલાકની મુદત પૂરી થતા, શ્રાદ્ધથી લઈને સૂર્યકાન્તના પાછા વળવાની તમામ ઘટનામાં તુટતા, વિખેરાતા અજયને જાનકી ખૂબ શાંતિ અને કુશળતાથી સંભાળ્યો.પરંતુ સતત નિષ્ફળતાનો માર અને વૈભવીના કડવા બોલ વધુ સહન કરી શકે એમ   હતો અને એટલે સૂર્યકાંત સાથે અમેરિકા જઈ ત્યાં આગળની જિંદગી જીવવાનો મહત્ત્વનો નિર્ણય, વસુમા સાથે વાત કર્યા વિના કરી શક્યો. આઘાત જાનકી માટે અકલ્પ્ય હતો પણ છતાં વસુમાની સમજ અને હિંમત જાનકીને અજય સાથે અમેરિકા લઇ ગઈ. વસુમાએ જાનકીને અમેરિકામાં ફરીથી જિંદગી શરુ કરી રહેલા અજયને પોતાનાથીય વધુ સાચવવા અંગે સૂચવ્યું હતું. માથી જોડાયેલા અજયને અમેરિકામાં એમનાથી અંતર અનેશ્રીજી વિલાયાદ આવતા ફરીથી નિષ્ફળતાની લાગણી અનુભવા લાગી અને સમયે જાનકીએ ફરીથી વાસુમાની  દુરંદેશીનો ખ્યાલ આવતા મનોમન પ્રશંશા કરી,અજયને ફરી અંધારામાં જતા ઉગાર્યો.
  દંપતીની કથા સૌથી સામાન્ય, પણ સિદ્ધાંતોની હારથી મળતી નિષ્ફળતા અને એવા સમયમાં જીવનસાથીને ખરા અર્થમાં સાકાર કરતી સંગીનીને ખૂબ સચોટ રીતે રજૂ કરવામાં આવી છે(ક્રમશ:)

No comments:

Post a Comment